મીઠા જળ સંચય થાય ને દરિયો ખારો છે,
ઉકળી તાપે વરસે જળ મીઠાં સારો છે.
ભેદન કરવા લક્ષ ને કેવળ થઈ ધ્યાની જો,
ચંચળ મન સાધે સંયમ એવો ધારો છે.
ધારણ કરવી ધીરજ વ્રત જપ ને ઉપવાસે,
ચિત જોડવું ચેતન માં સાધક નો નારો છે.
ક્યાં કોઈ ભેદ છે ? જ્યાં સમ્યક મનની દુનિયા,
નિર્મળ મન ભાસતું એ સુંદર એકતારો છે.
ડૂબતાં ને તણખલું હોય છે જ સહારો સાચે,
આનંદથી જોડાયા ભક્તિમાં એ કિનારો છે.
-Mohanbhai Parmar