આવ્યો આવ્યો માઘ, આવી ભોલાની સવારી,
વરશે માં ઉમાં, થશે મહાદેવની મહારાણી,
બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આવ્યા, આવ્યા સંગ ઈન્દ્રાણી,
લક્ષ્મી, શારદા, રતી આવ્યા, આવી કામદેવની અસવારી,
ગળે નાખી મુંડ માળા, સર્પો રહ્યાં વીંટાળી,
અંગે ચોળી ચિતા ભસ્મ, કરી નંદીની સવારી,
શુભ મૂરત આવ્યો આજ, આવો સૌ નાર નારી,
થશે દૈદિપ્યમાન કૈલાશ આજ, આવી શિવ રાત્રિ,
માનસરોવર માં હંસલા બોલે, જુમો સૌ સન્નારી,
મિલન છે મહાદેવનો આજ, એમને થશે ઊમિયા પ્યારી,
ચાલો જોવા જઈએ આજ, આ આવી મહા રાત્રી,
મારા ભોળાની શિવરાત્રી, મારા મહાદેવની મહા રાત્રી.
#Shivratri