હું એવા સાથીનો સાથ ચાહું છું..જેને મારી તમામ વાતો કહી શકું.અચાનક બોલાવી શકું. વોટ્સ એપ કે ટેલીગ્રામ નો સહારો વાત કરવા માટે ના લેવો પડે.મન કરે ,યાદ આવે કે તરત વાત કરવા કોલ કરી શકું.મારી ખુશી પહેલા એને જ કહું.મારી તકલીફમાં એ દોડીને આવે.મારી આંખે કદાપિ આંસુ ના આવવા દે...અને આવે તો એના રૂમાલ વડે મારા આંસુને લૂછી શકે.મારા માટે વિના માંગે મારી ગમતી વસ્તુ એ લાવી આપે.મારી ખામોશી પાછળનું કારણ એ સમજી શકે.મારા મૌનને પણ એ સમજી શકે....મારા માટે જ જીવે મારા માટે જ.
-Daxa Parmar