💓 માતૃભાષા દિવસ 💓
મારી માતૃભાષા ગુજરાતી
હા મને ગર્વ હું ગુજરાતી
મધમીઠી બોલી ગુજરાતી
ભાષાનો વૈભવ ગુજરાતી
અખાના છપ્પા ગુજરાતી
ખલીલના કાવ્યો ગુજરાતી
શબ્દોનો શણગાર ભાષા ગુજરાતી
દર્દમાં શબ્દ નીકળે 'મા' ગુજરાતી
સંસ્કૃતિના મૂલ્યો જાળવે ભાષા ગુજરાતી
અવિવેક ભૂલાવે માતૃભાષા ગુજરાતી
આજે કેમ ભૂલાઈ રહી ભાષા ગુજરાતી
પશ્ચિમનું અનુકરણ કેમ કરી રહ્યા ગુજરાતી
આજે બંધ પડી શાળાઓ ગુજરાતી
ભાવિ પેઢીમાંથી લુપ્ત થઈ રહ્યા મૂલ્યો ગુજરાતી
જાગો હવે તો જાગો સહુ ગુજરાતી
જતન કરી બચાવી લો માતૃભાષા ગુજરાતી
➖કુમારપાલસિંહ રાણા ના જય માતાજી 🙏🏻