જે કંઈ વસ્તુ માટે જિદ કરતી આજ બની ગઈ સમજદાર બાળા,
જે નાની એવી વાતમાં ગભરાતી એ આજ બની ગઇ બહાદુર બાળા...
દિવસમાં સૌને હેરાન કરી દેતી જાતજાતના સવાલ પૂછીને,
કોઈ ગુસ્સો કરે તો રડી પડતી એ આજ બની ગઈ બહાદુર બાળા....
કયારેક હસતીને સૌને હસાવતી કરીને દરરોજ નિતનવા ચાળા,
કોઈને સામો જવાબ નહીં આપતી એ આજ બની ગઈ બહાદુર બાળા...
જમવા માટે ને સ્કૂલ નહીં જવા માટે હંમેશાં બનાવતી બહાના,
જેને બધા બિચારી સમજતા એ આજ બની ગઈ બહાદુર બાળા...
-Bhargav Jagad