સ્ત્રીના દર્દ, સ્ત્રીના બલિદાન, એની સહનશીલતાની ગવાતી કહાની,
પણ,
પુરુષના દર્દ, પુરુષના બલિદાન, એમની સહનશીલતા કેમ કોઈએ ન જાણી
અરે એમની પણ પોતીકી કોઈ ઈચ્છાઓ હોય છે,
એમને પણ દેખેલા કઈક સપનાઓ હોય છે,
હાસ્યમાં એમના પણ રુદન હોય છે,
હા મનમાં એમના પણ આંસુના ઘુંટડા હોય છે,
સ્ત્રી તો સખી સહેલીમાં પણ મન હલકું કરી મલકાઈ,
તો,
અડગ મનના પુરુષની આંખ બસ ઑશિકે જ છલકાઈ,
સ્ત્રીનાં પાલવમાં જો અવિરત વહેતું વ્હાલ છે,
પુરુષના ખિસ્સામાં ઘરનાં જાહો-જલાલ છે,
મોટાઈ દુનિયાને ફકત સ્ત્રીની જ દેખાઈ,
કહે "ક્રિષ્ના", જરા સમજો પુરુષની પણ નજર ને,
એમાં,
વાસના સિવાય પણ અગણિત લાગણીઓ સમાઈ,
ઇચ્છાઓ અનિચ્છાઓ એની પણ કઈક મરજી હોય છે,
સદાય સૌને ખુશ કરવા વાળા ની,ખુંદની પણ કઈક મરજી હોય છે,
ભલે કહે ન કહે એ તમને, પણ જરાક તો સમજી બતાવો,
એ પથ્થર મનની અંદર પણ વિશાળ લાગણીઓ હોય છે.
B+ve