સંસ્કાર એ જૈવિક વારસો છે. જે માતાપિતા પાસેથી મળે છે પણ પર્વરિશ પણ તેના પર એટલી જ અસર કરે છે તમારા વર્તન અને રહેણી કહેણી જ બતાવી દે છે કે તમે કેવા ઘરમાં ઉછેર પામ્યા છો આપણા સંસ્કાર થી જ આપણી ઓળખ થાય છે એ કુદરતી હોય છે એમાં મનુષ્ય ધારે તો ઇચ્છિત બદલાવ પણ લાવી શકે છે પણ સંસ્કાર કોઈ બજાર વસ્તુ નથી કે તમે તેને બદલી શકો તે જ તો તમારું સાચું ઘરેણું છે કે જેના થકી જ તમે તારા ની જેમ ઝળહળી ઉઠો છો કે તમે બધાની નજરોમાં પણ ખાસ સ્થાન ધરાવી શકો તો બધાની નજરોમાં સન્માન પણ મેળવી શકો છો સંસ્કાર એ એવી વસ્તુ છે કે જે વ્યક્તિના આંતરિક સ્વરૂપને વર્તન દ્વારા બાહ્ય રીતે રજૂ કરી દે છે. તમારા સંસ્કારો સ્વરૂપે જ તમારા વ્યક્તિત્વનું ઘડતર થાય છે.જય દ્વારકાધીશ 🙏🏻
05:04 PM 02/02/22