#sundaymotivation #goodmorning
તમને એમ થશે કે આ ૧૦૦૦ રૂપિયાનો ફોટો કેમ?? આ રૂપિયા ઘણાં મહત્વનાં છે જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત પોતાની જાત મહેનતથી કમાય છે ત્યારે!!
જેને ભગવાને સોળે કળાના બનાવ્યાં છે એટલે કે બધાં શરીરનાં અંગો આપ્યાં છે તે રડ્યાં કરતો હોય છે કે મને કામ નથી મળતું, હું કઈ રીતે પૈસા કમાવ,, વગેરે વગેરે!! કામ ના કરવાનાં બહુ બધાં બહાનાં હોય છે.. જેને કામ નથી જ કરવું તે બધાં બહાનાં જ શોધ્યા કરશે..કારણ કે તેને કોઈ પણ કામ કરવામાં રસ જ નથી તો!! ટુંકમાં તદ્દન આળસુ માણસ!!
જ્યારે બીજી બાજુ ભગવાને જેને શરીરનાં બધાં જ અંગો આપ્યાં છે પરંતુ તે અંગો કામ નથી કરી શકતાં અને તે માણસને ઘેલછા છે કમાવાની,કંઇક કરવાની,સાથ- સહકાર આપવાની!!
આ ૧૦૦૦ રૂપિયા એ પહેલી કમાણી છે મારાં નાના ભાઈ ની!! ૧૮ વર્ષની ઉંમરે તેણે આ પહેલી વાર પોતે જાતે કામ કર્યું!!
ઘરનાં બધાં લોકોને કહ્યાં કરે કે મારે પણ તમારી જેમ કામ કરવું છે, કમાવું છે..તો મને તેનાં પર દયા આવે એટલે હું એમ કહું કે તારે જે જોઈએ તે હું લઈ આપુ કારણ કે એ બિચારાના હાથ પગ પણ નથી ચાલતાં તો અમને એમ થાય કે અમારાથી થાય તેટલી તેની ઇચ્છાઓ પૂરી કરીએ!! તો તે એમ જ કહે કે ના!! તારાં પૈસા થી નહિ પરંતુ મારે પણ તમારી બધાની જેમ જાતે કામ કરીને પૈસા લાવવા છે, આ વાત પાછળ તેની જાતે કામ કરવાની ધગશ જોવા મળે છે.. કે જે શરીરે સહેજ પણ હરતો ફરતો ન હોવા છતાં એને કેટલી તાલાવેલી છે! જેનાં હાથ પણ ધીમે ધીમે લેપટોપ ની keys પર સરકતાં હોય તે છતાં ગમે તેમ કરીને પોતાનું કામ પૂરું કરે!!
પોતે ૫ ધોરણ સુધી ભણ્યો હોવા છતાં મગજ તો તેનું એટલું પાવરફુલ!! એન્જિનિયર જેવું !! સમજવાં શીખ્યો ત્યારથી મોબાઈલ પર જાતજાતનાં વિડિયો બનાવે, અપલોડ કરે.યુ ટ્યુબ પર ચેનલ બનાવે..મારાં પણ ઘણાં ખરાં videos તે એડિટ કરીને આપે!! ભણેલાં વ્યક્તિ કરતાં પણ વધારે ખબર તેને પડે!! મોબાઈલ માં પણ કઈ આમતેમ થઈ ગયું હોય તેની પાસે બધાં જ ઉપાય હોય!! લેપટોપ માં કંઇ ને કંઇ શોધ્યા કરે કે ટીવી પર Play station પર ગેમ રમ્યાં કરે,, ટુંકમાં પોતાનો આખો દિવસ આમાં જ વિતાવે અને કંઇ ને કઈ શોધ્યા કરે!! એક સમયે અમે પોતે તેના માટે બધી HD video games બીજા પાસે ડાઉનલોડ કરાવતાં, પછી ધીમે ધીમે યૂ ટ્યુબ પર નત નવાં સંશોધન કરીને જાતે શીખી ગયો કે કઈ રીતે ગેમ ડાઉનલોડ કરવી!!
ત્યારબાદ તેને વિચાર આવ્યો કે હું પણ બધાને ગેમ download કરી આપું તે પણ ઓછાં પૈસા માં!પ્રતિસાદ પણ સારો મળ્યો.ધીમે ધીમે આરામ કરતાં કરતાં તેનાથી થાય તેટલું કરે!
ક્યારેક એવું ફીલ થાય કે ઈશ્વર પણ આ પૂતળાં સમાન શરીર ને ઘડે છે તો ક્યારેક ૧૦૦% ઘડવામાં કચાસ રાખે છે ક્યાંક ને ક્યાંક ઉણપ સર્જે છે,મગજ એટલું પાવરફુલ બનાવ્યું છે પરંતુ બીજા અંગો નહિ!!
***
નેના સાવલિયા