#ટોપિકઓફધડે
"બ્લેનેટ"
બ્લેનેટને એકઝોપ્લેનેટ્સના કાલ્પનિક વર્ગનો સભ્ય માનવામાં આવે છે, જે મૂળભૂત રીતે ગ્રહો જેવા જ હોય છે! આ બ્લેનેટ્સ સુપર મેસિવ બ્લેક હોલની કક્ષા(orbit)માં હોય છે અથવા એમ કહીએ કે, સુપર મેસિવ બ્લેક હોલની આસપાસ ફરે છે (orbiting)! આ બ્લેનેટ્સ સુપર મેસિવ બ્લેક હોલની આસપાસ રહેલા ધૂળ અને ગેસના વાદળો ધ્વારા બને છે અને તેઓને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ અને દળ પણ હોય છે જેથી તેઓ ગોળાકાર બને છે!
આ બ્લેનેટ્સ મુખ્યત્વે જ્યુપિટર અને શનિ ગ્રહ જેવા ગેસ જાયન્ટ્સ હોય છે એટલે કે મુખ્યત્વે તેઓ ગેસના જ બનેલાં હોય છે જેમનું દળ ખૂબ જ ઓછું હોય છે! જ્યારે કેટલાક બ્લેનેટ્સ સખત અને ખળકાળ પણ હોય છે!
બ્લેનેટ્સ એ મુખ્યત્વે પૃથ્વી અથવા અન્ય ગ્રહો કરતાં ૨૦-૩૦૦૦ ગણા મોટા હોય છે!
આપણે આ બ્લેનેટ્સને જોઈ શકતાં નથી કારણ કે તે સુપર મેસિવ બ્લેક હોલની આસપાસ રહેલી ધૂળ અને ગેસથી બનતી ડિસ્કમાં એટલે કે ઈવેન્ટ હોરાઇઝનમાં હોય છે! હાલ આપણી પાસે જે ટેકનોલોજી અને ટેલિસ્કોપ્સ છે તેના ધ્વારા આપણે આ બ્લેનેટ્સને શોધવા પડકાર જનક છે અને અત્યાર સુધી એક પણ બ્લેનેટને ડિટેકટ કરી શકાયો નથી તેથી હાલ ખગોળશાસ્ત્રમાં આ બ્લેનેટ્સને કાલ્પનિક માનવામાં આવે છે!
-નીલકંઠ
("ટોપિક ઓફ ધ ડે" ધ્વારા હું ખગોળ વિજ્ઞાન(એસ્ટ્રોનોમી)ને લગતા ટોપિક ઉપર થોડી ઘણી માહિતી અહીં મૂકતો રહીશ!)