ના મૂલવો માનવીને માત્ર તેની જબાનથી.
ના મૂલવો માનવીને શબ્દોનાં પ્રમાણથી.
સુવાળા શબ્દોધારી શૈતાન જોયા અમે,
ના મૂલવો માનવીને વાણી પડ્યે કાનથી.
રખરખતા ઉચ્ચારનારનારા હિતેષી શક્ય,
ના મૂલવો માનવીને વૈખરીને વદનારથી.
પરાભાષી હંમેશાં મિત્ર નથી હોતા વળી,
ના મૂલવો માનવીને અગનગિરા કહેનારથી.
મૃદુતા અંતરની સંભવ છે ઉગ્રવાણી છતાં,
ના મૂલવો માનવીને કેવળ શબ્દોના પ્રહારથી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.