Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏 મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 🙏

ફરર ફરર આજ પતંગ ઉડે;
સાથે સાથે આજ ઉમંગ ઉડે;

લાલ, પીળો, લીલો ને ધોળો
આસમાનમાં જુઓ રંગ ઉડે;

કાળો પતંગ જ્યારે લહેરાય
આકાશમાં જાણે ભુજંગ ઉડે;

ફરફરાતી ડોલે છે આમતેમ કે
લહેરાતી કોઇ જાણે તરંગ ઉડે;

આજ આભ બન્યું સમરાંગણ
કરવાને એકબીજાથી જંગ ઉડે;

ગળે મળીને કાપે છે કેવાં ગળા
સમજાવવા "વ્યોમ" વ્યંગ ઉડે;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111777717
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now