હે ઈશ્વર શું તું પણ આ ભ્રષ્ટાચાર જોતો હોઈશ ??
કે જ્યાં ખાવાનાં પણ વાંધા હોય ત્યાં તું પણ
એના અન્ન પર કર લાદતો જોતો હોયશ.... Bindu Anurag
કે જ્યાં પહેરવા કપડા ની પણ અછત હોય
ત્યાં થતા ચીર હરણ ને તું થવા દેતો હોયશ....
કે જ્યાં અભ્યાસ તો મફતમાં મળે છે
પણ બીજા બધા ખર્ચના કારણે
બાળકો શિક્ષણથી વંચિત રહે છે
તો શું તું પણ આ ભ્રષ્ટાચાર જોતો હોયશ...
હે ઈશ્વર કે જ્યાં બાળકોના અભ્યાસનો હેતુ સંદર્ભે કોઈક ને કોઈક શોષણ થતું હશે તો શું તું એ પણ જોતો હોયશ
ક્યાંક છે પૈસાની રેલમછેલ તો વળી ક્યાંક પૈસે પૈસાનો હિસાબ
તો ક્યાંક વળી રોજના હજારો લાખો ઉડાવે છે
તો વળી ક્યાંક ૧૦ રૂપિયાનો પણ કરવો પડે છે હિસાબ
હે ઈશ્વર શું તું પણ આ બધું જોતો હોયશ...
સાંભળ્યું છે કે કરે એવું પામે સૌ અહીં
તો હે ઈશ્વર તું ક્યારે જાગીશ ??? ક્યારે એ લોકોને શિક્ષા કરીશ જોવું છે મારે તો મારા આ જીવન દરમિયાન સાક્ષાત...
મને માફ કરજે હે ઈશ્વર પણ શું તું પણ ભ્રષ્ટાચાર કરતો હોઈશ ??
કે જ્યાં સત્યને હંમેશા લડવું પડે છે અને
અસત્ય હંમેશા ચમકદાર દેખાય છે
તો શું તું પણ આ ભ્રષ્ટાચાર જોતો હોયશ...
હે ઈશ્વર શું તું પણ આ...... જય દ્વારકાધીશ 🙏
04:05 PM 08/01/21
-Bindu _Anurag