*અનુમોદના; ફોરમ સદા મહેકતી રહે*
____________________________
ચડેલા ફૂલોથી ના શબ સુંદર બને, ના કદી હસતું રહે,
કરેલા કર્મોની ફોરમથી સદા મોત પણ જીવતું રહે,
લક્ષ્મી જો આસમાનમાં ઉડતી રહે કે મગજમાં બેસી રહે તો ગંદકી એની ફેલાતી રહે,
જો વસે હદયમાં, તો નિર્મળ સરિતા બની વહેતી રહે,
કર્મ છે નંદાભાઇનો કે ધર્મ એમનો મહેકતો રહે,
કમળ ખીલ્યું છે આ જગતના તળાવમાં કે સૂરજ એમના નામનો ઝળહળતો રહે,
સેલ્ફી, ફોટાની ક્યાં છે જરૂર?
દરેક હદયમાં તસવીર તેમની પ્રજ્વલ્લિત બને,
ઉપર ધજા શત્રુજય દાદાની કે તે સદા ફરકતી રહે,
નીચે નંદલાલ દાદાની શાન જે સદા મહેકતી રહે.
*- જયવંત બગડીયા / કવિરાજ*