આ મતલબી દુનિયામાં કોઈ સાથ આપે કે ના આપે શું ફરક પડે,
અંતે તો એકલા જ જવાનું છે....
આ જિંદગીના સફરમાં કોઈ સાથ છોડીને જતાં રહે તો શું ફરક પડે,
અંતે તો એકલા જ રહેવાનું છે....
આ કઠિન પરિસ્થિતિમાં કોઈ સાથ રહે કે ના રહે તો શું ફરક પડે,
અંતે તો દર્દ એકલા જ સહેવાનું છે....
આ સુખના સમયમા બધા સાથ આપવા તૈયાર હોય એનાથી શું ફરક પડે,
અંતે દુઃખમાં તો એકલા જ રડવાનું છે....
સમય ને પરિસ્થિતિ જોઈને પારકા પણ સાથ આપવા આવે એનાથી શું ફરક પડે,
અંતે તો સંઘર્ષ એકલા જ કરવાનું છે....
-Bhargav Jagad