જીવું છું તારે માટે તું જાણે છે
પણ આમ ભરોષો તોડીશ તો કેમ ચાલશે?
છાંયે બેઠો વિચારું છું વૃક્ષ ની
જો વૃક્ષ પણ તડકો આપશે તો કેમ ચાલશે?
રખડ્યો ભટક્યો છું સફર નો
જો આ રસ્તાઓ જ થાક આપશે તો કેમ ચાલશે?
તારી સાથે દુનિયા જોઈ છે મેં
જો તું હાથ છોડીશ ને આંખો બીડીશ તો કેમ ચાલશે
છેલ્લો શ્વાશ છે તું મારો
આમ સપનાઓ તોડીશ તો કેમ ચાલશે?
-bharat d vinzuda