પૂજા નો આત્મા :- ( પોતાના પપ્પાનો હાથ, મમ્મીનાં હાથમાં આપતા ) લે મા, આ તારો સુહાગ, મે તને પ્રોમિસ કર્યું હતું ને કે,
અવળે રસ્તે ગયેલ પપ્પાને હું એકના એક દિવસે, પાછા લાવીશ.
મમ્મી :- ( આંખોમાં આંસુ સાથે ) બેટા, મારે સુહાગ નહીં, પહેલા તું જોઈએ પૂજા બેટા, અને... અને...
તું તો કહેતી હતી ને કે,
તુ તો હરહંમેશ મને તારી નજર સામે જ રાખીશ, તો પછી, તો પછી, તારા એ પ્રોમિસનું શું ? પૂજા બેટા.
પૂજા નો આત્મા :- મમ્મી, મે મારી આંખો જન્મથી જ અંધ મારી બહેન આરતીને આપી છે, જેથી તુ હર હંમેશ મારી નજર સામેજ રહે.
( અત્યારે કોર્ટનો માહોલ બિલકુલ ભાવુક થઈ ગયો છે, થોડીવાર પછી,
મમ્મીનું કાળજું કંપાવે અને તેનું દિલ ચિરાઈ જાય, એવા પૂજાના મોઢે હળવેથી અને લાગણી સભર બોલાયેલ પૂજાનું એક અંતિમ વાક્ય, પૂજાની મમ્મીનાં કાને સંભળાય છે. )
પૂજા નો આત્મા :- સારું ત્યારે મમ્મી, હું જાઉં છું,
( ને પૂજાનો એ આત્મા કોર્ટમાં હાજર તમામ લોકોની નજર સામેથી ઓઝલ થઈ જાય છે. )
Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - અંતિમ ભાગ - ૧૮" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19921711/adhuri-puja-18