એક નાનું અમથું પતંગિયું પાંખો ફડફડાવતું...
બહાર વિશાળ ગગન દેખાય આખું...
તે અહીં ક્યાં ફસાઈ ગયું અમથું...
આકાશ ભણી નજર કરી ને તરફડી ઉઠ્યું...
વચ્ચે કાચનું આવરણ તેને આમ કા નડ્યું...
નિરાશ વદને કેદમાંથી છૂટવા મથી રહ્યું...
આખરે બારી ખુલીને તે ખુશીથી છૂટી ગયું...
મુક્ત ગગનમાં વિહારી અનાયાસે ફરી ત્યાં જ બેઠું...
અંદરના રંગીન ફૂલોની માયામાં તે અકર્ષાયું...
ફસવાના એંધાણ હોવા છતાં તેની પાસે ગયું ...
અરે! તે તો રસ વિહીન રંગીન ફૂલો પર બેસી દુઃખી થયું ...
પાછું બહાર જતા એક આવરણ વચ્ચે નડ્યું...
આમ,એક નાનું અમથું પતંગિયું પાંખો ફડફડાવતું રહ્યું...
-Tru...