થોડા શાંત થોડા ક્રોધી હોવા જોઈએ.
થોડા સાથી થોડા વિરોધી હોવા જોઈએ.
દુનિયાની સંસારની બદીઓ બતાવવા,
થોડા સંતો થોડા યોગી હોવા જોઈએ.
સંસારમાં ધર્મ અર્થે કર્મ અર્થે મોક્ષ અર્થે,
થોડા સંતો થોડા સંસારી હોવા જોઈએ.
દુશ્મનો ના દાંત ખાટા કરવા તો હિન્દમાં,
થોડા મોદી થોડા યોગી હોવા જોઈએ.
વતન કાજે સર્વસ્વ લુટાવી દે માઁ લાલ ,
થોડા જગડુશાહ જોગી હોવા જોઈએ.
હ્રદય સોસરી ઉતરી જાય ગઝલ ઘાયલ
શાયર "કાફીર"પ્રેમ રોગી હોવા જોઈએ.
-AD RASIKKUMAR