ધ્વારે ધ્વારે કેમ શોધું?
અંતઃમનમાં પ્રત્યક્ષ છે,
મણકે મણકે કેમ બોલાવું?
શ્વાસે-શ્વાસમાં અહેસાસ છે,
ગીત-ધૂનને કેમ ગણગણાવું?
ધબકારમાં મીઠો સાદ છે,
છબી-મૂર્તિને કેમ માનવું?
આત્મ-દેહમાં વસવાટ છે,
પ્રત્યેક ઘડી કેમ ઘભરાવું?
હે પ્રભુ! તું જ તારણહાર છે.
-Falguni Dost