છે વળગણ મને આ સંસારનું.....
બનશે એજ કારણ મારા મરણનુ
આનંદ વિતી જશે જિંદગીની રાહમાં
શું કરીશું સાથે રાખેલા આ ભારણનું ?
તમે પડછાયો, ને પ્રતિબિંબ પાછો હું
નહી જડે તોડ આપણા આવરણનું
વિતેલી રાતો કરે વાતો જાગરણની
કેમેય નથી ભુલાતું સપનું બાળપણનું
નથી વાંક માળીનો કે નથી ડાળીનો
ફુલોજ* બનશે બરબાદીનું કારણ ઉપવનનું.
(* પોતાના સંતાનો )
ને હાથ ઝાલી લઇ જશે સ્વ સંતાનો
મુજ ઘરથી ઘરડાઘર સુધી 🥵
🙏 🙏 🙏