વિચાર એટલે શુ ??? ....
આ જ જીવન નો પહેલો તબક્કો છે જેનાથી આપણુ વ્યક્તિત્વ સુદ્ધા ઘડાઇ છે . સ્વમાન થી લઈ ને અભિમાન, શ્રદ્ધા થી લઈ ને વિશ્વાસ, ધારણા થી લઈ ને વાસના બધાનો પાયો વિચાર જ છે.
પાશ્ચાત્ય મનુષિઓ મુજબ વિચાર એટલે information જે આગળ જઈ data બને છે પણ ભારતીય ઋષિઓની ધારણા મુજબ વિચાર એટલે ઊર્જા.
વિચાર ની શરૂઆત ' શુ ? ' , પછી આપણે ધારણા અને અનુભવ ના આધાર મુજબ પેલા શુ નો જવાબ મેળવીએ છીએ અને એ મુજબ આપણો base તૈયાર થાય છે.
આધ્યાત્મિક ધારણા મુજબ વિચાર એટલે માત્ર એક કલ્પ્ના જેના લીધે આખુ બ્રહ્માંડ ઘડાયુ છે. બાઈબલ, કુરાન , વેદ બધાએ વિચાર ને ઊર્જા કહી છે .
એક વિચાર ઘડાય ત્યારે એ વિચાર ને પુર્ણ કરવા લાગતી મહેનત , વ્યક્તિ, અનુભવ બધાનો આધાર લઈ વિચારોની હારમાળા બને છે અને મુળ વિચાર જ ભૂલાઈ જાઈ છે અને આ જ આધાર બને છે વિચાર ની સાર્થકતા લંબાવવામા.
કૃષ્ણએ ગીતામા કહ્યુ છે કે વિચાર ની પુર્ણતા માટે સમર્પણ અને વિશ્વાસ, એકાગ્રતા ની જ જરૂર છે બાકી બધુ 'બ્રહ્માંડ ' પર છોડી દેવુ .