સળગાવવો છે મારે મારો અતિત કોઈ તિખારો મળે,
નથી અપેક્ષા હવે દુનિયામાં, મને કોઈ સહારો મળે.
અનેક નગરો ફર્યો છું, એમ કહી શકો ભટકતો છું હું,
પ્રભુ એવું કંઈક કર તું, મને હવે અંતિમ ઉતારો મળે.
બસ હવે મહેફિલમાં હસવાની આદત છોટી ગઈ છે,
દુઆ એટલી હતી ખુદ માટે, નકાબથી છુટકારો મળે.
જીવનભર લડતો રહ્યો છું મઝધારના તોફાનો વચ્ચે,
ચાહું છું મોત માટે મને શાંત એવો કોઈ કિનારો મળે.
સાકી લાવો હવે તમામ શરાબ આ શરાબખાનાની,
ખબર નહિ તને પછી ક્યારે મારા જેવો પીનારો મળે.
"વાંધો નહિ" શબ્દમાં જ જીવી ગયો છું આ જીવન,
ઇન્તજારમાં હતો આ જીવનને કોઈ મારનારો મળે.
મનોજ તે બધાને સમાવ્યા છે દિલમાં પ્રેમ આપીને,
ન મળે તેના દ્વારે આવકાર, તને પણ જાકારો મળે.
મનોજ સંતોકી માનસ