"કળા"
-@nugami.
સમજણ એક કળા છે,
અને દરેક વ્યક્તિ કલાકાર નથી હોતો.....
ભૌતિક વસ્તુઓ સગવડ અને આરામ આપી શકે છે,
સુખ નહિ.....
કોઈ વ્યક્તિ પાસે મોંઘી ગાડી છે,અને એ એમાં બેસે છે તો એ ગાડી વ્યક્તિને આરામ આપે છે,
કોઈ વ્યક્તિ પાસે મોંઘી ગાડી છે,અને એ ગાડી ચલાવતાં ચલાવતાં રડતો જાય છે,તો શું એ ગાડી એને સુખી કર્યો એમ કહેવાય???
નહિ....
વ્યક્તિને પોતાની જાત સિવાય કોઈ સુખી કરી શકતું નથી.
શાંતિ,સમજણ,અને જીવનનાં ઊંડાણ ની પરખ જ વ્યક્તિને સુખ અને આનંદ આપે છે....
ભૌતિક સગવડો ને આજકાલ લોકો સુખમાં ખપાવી નાખે છે.
"જુઓને!કેટલું છે આને તો,પેઢી ની પેઢી ખાય તો પણ ના ખૂટે...."એવું સાંભળવામાં આવતું જ હોય છે.
"બાળકને વારસામાં માત્ર સંપતિ નહિ.....સમજણનો પણ વારસો આપો......"
સમજણ હશે તો જીવનમાં આવતા ઉતારચઢાવ ને સમજી શકશે.....માનસિક મનોબળ મળશે.....જે હાલના સમય માં વધુ જરૂરી છે...
ભૂલ દરેક થી થાય,પણ એ ભૂલમાંથી કંઇક ના શીખતાં એનો પસ્તાવો જ કરે જવો એમાં કોઈ સમજણભર્યું કામ નથી.....ફરીથી એ ભૂલના થાય એ માટે ના સતત પ્રયાસો કરતા રહેવું....એ ભૂલ આદત ના બની જાય એનું ધ્યાન રાખવું...આ બધી જ બાબત બાળકને એક સકારાત્મક માનસિક મનોબળ પૂરું પાડે છે.
હાલના સમયમાં નાની અમથી વાતમાં બાળક મોતને વહાલું કરવા લાગે છે....
અને કારણ બતાવે કે માનસિક તણાવ......🙄🙄
ખરેખર માનસિક તણાવ જ છે?????
કે,અપેક્ષાઓ વધારે છે????
અને એ અપેક્ષાઓ પૂરી ના થતા માનસિક તણાવનું સ્થાન લે છે....
બાળક જ્યારે પણ વધુ અપેક્ષાઓ રાખવા માંડે ત્યારે એને અપેક્ષાઓ અનુસાર પોતાની ચાદર કેટલી છે એનું માપ જરૂર બતાવવું,જેથી પગ એટલા જ લાંબા કરે......
સપના જોવા અને સપનામાં જ રહેવું એ બંનેમાં ફરક છે...
જાકજમાળની આ દુનિયામાં બાળક જો એકવાર ખોવાઈ જશે,તો બાળક એક સાધન બની જશે.......