ધાર ક્ષાત્રધર્મની કરજો તેજ,કરજો દુર ભાઈ ભાઈ વચ્ચે ની ખીજ.
મુકી દેજો મિથ્યાભિમાન આજ, સંપ શાંતિથી ભેગા થજો આજ.
શીર પર કેશરીયો સાફો બાંધજો,સાથે ઢોલ શરણાઈ વગાડજો.
શૌર્ય નો શંખનાદ શભળાવજો જય ભવાની નો નાદ ગંગને ગુંજાવજો.
તલવારે કુમકુમ તિલક કરાવજો, ત્રિશૂળ ભાલાને અક્ષતે ચોપડજો.
સંકટ સમયે હે ક્ષત્રિય શુરવીર લાલ, રાષ્ટ્રને માટે દેહ રુપી ધરો ઢાલ .
પ્રભુ રામ છોડાવે હર કષ્ટથી, કહે નર પાવન પર્વ છે વિજયાદશમી.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
તા.૧૫/૧૦/૨૧