હતો હાથ પર , છતાં વેંત માંથી છટકી ગયો
એક પલકારા માં જ રેત ની જેમ સરકી ગયો .
આજે આવશે કાલે આવશે ની રાહ માં હું
આવ્યો એ તુફાન બની ત્યાં હું પર્ણ ની જેમ થરકી ગયો.
વહેતો રહ્યો એ ઝરણા ની માફક અવિરત
જન્મ થી શરૂ થઈ ને મોત પર એ અટકી ગયો .
સમય છું હું સાહેબ હરખ નો હોઉ ક ગમ નો ,
સર્વેપરી હું , યાદ રાખજો ચુક્યા જો મને તો ધીમે થી હું સરકી ગયો .
બસ વાત વાત માં એટલું કહી ખડખડાટ એ મલકી ગયો.
હતો એ હાથ પર છતાં વેંત માંથી છટકી ગયો.....
-Nidhi Mehta🖋️❤️