કોઈએ શિલ્પકાર ને કહ્યું,"તમે આટલું સુંદર શિલ્પ કેવી રીતે બનાવી શકો છો????
ત્યારે શિલ્પકાર સુંદર જવાબ આપે છે," સુંદરતા તો પત્થરની અંદર પહેલેથી જ રહેલી છે,હું તો બસ એનામાં જોડાયેલો વધારાનો પત્થર દૂર કરુ છું."
વ્યક્તિ નું જીવન પણ કંઇક એવું જ છે.....
વ્યક્તિ માં રહેલો આનંદ ક્યાંક ને ક્યાંક ચિંતાઓથી, અસંતોષથી ઘેરાયેલો રહેલો હોય છે.....બસ એને દૂર કરવાની જરૂર છે.....
નિરંતર આનંદમાં રહેવા....
કારણ, વ્યક્તિને પોતાની જાત સિવાય કોઈ સુખી કરી શકતું નથી.....એ ધારે તો હજારો દુઃખો વચ્ચે પણ સુખી રહેવાની ક્ષમતા ધરાવે છે.
અને એ ધારે તો હજારો સુખો વચ્ચે પણ એ દુઃખના રોદણાં રોવાંની આદત ધરાવે છે...
મારી પાસે આટલું જ છે?????
મારી પાસે જેટલું છે એટલું પૂરતું છે..!!!
આ બંને વાક્યો જીવન જીવવા માટે સંતોષ અને અસંતોષ ઉભો કરે છે.....
-@nugami.