"વ્યક્તિ સ્વભાવ"
-@nugami.
સ્વમાન એક એવી વ્યાખ્યા છે,જે બધાને સમજ માં નથી આવતી.....
સ્વમાન ને ઘણું ખરું લોકો અભિમાન નું નામ આપી દેતા હોય છે.....
જોઈએ કે, કોઈ વ્યક્તિને સામેની વ્યક્તિ સાથે વાત કરવી નથી ગમતી....તો એમ કહેશે કે એ બહુ અભિમાની છે.....કેટલા નખરા છે....એતો મોટો માણસ ......એ આપણા જેવા ને ના ગણે......
માણસ સ્વભાવ એટલો ઉતાવળિયો છે કે તરત નિષ્કર્ષ પર પહોંચી જશે.....
અને એ પણ ધારણાઓ ની સાથે ,વાસ્તવિકતા શું છે એતો રામ જાણે.....
પણ ભાઈ એને વાત કરવી નથી તમારી સાથે એમાં અભિમાની ક્યાં થાય.....વાત કરવી ના કરવી એના માટે એ સ્વતંત્ર છે...
સ્વમાન એટલે જ્યાં પોતાનું માન સચવાય....
અને અભિમાન એટલે જ્યાં પોતાનો અહમ સચવાય.....
સ્વમાની માણસ કંકાસ થી દુર રહેતો હોય છે.....એને શાંત વાતાવરણ વધુ ગમે છે.એ દરેક સંબંધને ન્યાય આપવા પ્રયત્ન કરે છે,પણ પોતાની એક મર્યાદા બનાવી ને જ્યાં એ રેખા કોઈ ઓળંગી શકતું નથી એની ઈચ્છા વિના, જ્યાં એની માનસિક સ્થિતિ ને એ વધુ મહત્વ આપે છે....
એ ક્યારેય કોઈ ને જલ્દી થી નડતો નથી......ક્યારેય કોઈનું અપમાન નથી કરતો ....બસ એને કંઈ ગમતું નથી તો એ સરળતાથી ત્યાંથી ખસી જાય છે,પોતાની શાંતિ માટે...... કંકાશ થી દુર રહેવા અને જેટલો સમય એ કંકાશમાં કાઢે એટલો સમય એ કોઈ બીજી પ્રવૃતિ માં કાઢે તો એમાં લાભ છે.....ખાસ એ વિચારી ને....
સ્વમાન સાથે જીવવું ઘણું અઘરું છે....
જ્યાં એનું માન નથી જળવાતું ત્યાં ભલે ને સોનાનો વરસાદ વરસતો હોય,પણ એ જશે નહિ........
એ સ્વમાની.
જ્યારે અભિમાની વ્યક્તિ પોતાના હું પણાં માંથી ઊંચો નથી આવતો......બીજા ના કરેલ કામ માં પણ પોતે કંઇ જ ના કર્યું હોય તો પણ પોતાની જાતને એટલી ઊંચી કરશે કે સામે વાળી વ્યક્તિ ને તો એમ જ લાગે કે આ ભાઈ ના હોત તો મારું કંઇ ના થાત......એટલો દાબ બતાવે.....જો હું હતો તો આ થયું,
જો હું હતો તો આ તું કરી શક્યો,
હું જ આ કરી શકું,
બીજું કોઈ હોય તો આટલી વાર ફેફે થઈ જાય,
મારા વગર આ કામ થાય જ નહિ,કોઈ ની તાકાત નથી.
મારા સિવાય આ કોઈ કામ કરી જ ના શકે,અને કરે તો દિવસે તારા દેખાય ......એનું અભિમાન વારે વારે દેડકાની જેમ કૂદકા મારતું જ રહે છે...... દરેક શબ્દે શબ્દે વ્યક્તિ નું અભિમાન છલકાય છે.
એ પોતાના અભિમાનના રસ ને પીવામાં એટલો મશગુલ હોય છે કે એના સિવાય બધા ને ખબર પડે છે કે એ અભિમાની છે.....
સ્વમાન કોઈ શીંગ ચણા નથી કે એને કોઈપણ ફોલીને ખાઈ શકે .....સ્વમાન સાથે જીવવું એના માટે કોઈ પ્રયત્નો ની પણ જરૂર નથી.....
સ્વમાન તો ભીતરથી ઉજાગર થાય છે.......અને એ ઉજાગર કરવા દરેકમાં પોતાની જાત ને નિહાળી પોતાની સાથે પોતે કરતાં વ્યવહાર ને જ બીજાની સાથે એ રીતે જ અનુસરવો એજ સાચી ક્ષમતા છે સ્વમાન ની.......
જ્યારે પણ કોઈ વ્યક્તિ બીજા નું અપમાન કરે છે,ત્યારે એને એમ થાય છે કે એને મેં નીચો બતાવ્યો.....પણ હક્કીકત માં તો અપમાન થનાર વ્યક્તિ કરતા અપમાન કરનાર વ્યક્તિ સમ્માન નું એક પગથિયું નીચું ઉતરી જાય છે.
સમ્માન ત્યાં જ હોય છે જ્યાં સ્વમાન હોય........
-@nugami.