આપણા સૌ ના જીવન માં ઘણા એવા લોકો હોય છે જે હંમેશાં આપણા થી નાખુશ જ હોય છે ।
આપણે ગમે તેટલું સારું કરીએ એ લોકો ખામીઓ શોધી જ કાઢે,,, એવા લોકો આપણા ખરાં શિક્ષક છે ।
આ શિક્ષક દિન નિમિત્તે એ સઊ ને વંદન 🙏🙏🙏
આ એવા લોકો છે જે આપણને આપણા અહમ્ થી દૂર રાખે છે । તો જ્યારે પણ સારા હોવાનો અભિમાન થાય ને તો આવા લોકો પાસે જવું।
૧૦૦૦ સારાઈયો માં થી એક ખરાબ વાત તો એ કાઢીને આપશે જ, જેથી હંમેશાં આપણે આપણી જાતને સુધારતા જ રહીશું।
ખરેખર માં એ જ આપણાં સાચા શિક્ષકો છે।
મારા જીવનમાં જે પણ લોકો એ મને મારા વાંક બતાવ્યા, હંમેશાં મારી નિંદા જ કરી, હંમેશાં જીવન માં પડકારો જ આપ્યા એવા સઊ સ્નેહી જનો નું હું આ શિક્ષક દિન નિમિત્તે ખૂબ જ આભાર માનું છું ।
એ સૌને શિક્ષક દિન ના વંદન સ્પંદન અને અભિનંદન । 🙏🙏🙏🙏