આજનો દિવસ "5મી સપ્ટેમ્બર" એટલે સારસ્વત પૂજનનો દિવસ છે. આપણા મહાન તત્ત્વચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં મનાવવામાં આવે છે. આજે શાળામાં રજા છે.બાકી નાનાં ભૂલકાઓથી માંડી મહાશાળાના વિદ્યાર્થીઓ આજના દિવસે એક દીવસીય શિક્ષક બની પોતાની શાળા -સ્કૂલમાં શિક્ષણ કાર્ય સંભાળે છે.અદમ્ય ઉત્સાહ સાથે નવાં કપડાં પહેરી શિક્ષણ નો અનુભવ લેવાનો આ અવસર મેં અનેક વખત લીધો છે. હું *સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ* હતો ત્યારે પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી છે.હું જે શાળામાં ભણ્યો તે શાળામાં શિક્ષક થવાનું ચુક્યો નથી.મારી ગુજરાતી મને ખુબ પ્રિય છે. તેથી ખાસ ગુજરાતી અને હિન્દી આ બે વિષય હમેશાં વર્ગમાં લેતો.આખો દિવસ ઉજવણી. છેલ્લા તાસમાં મૂલ્યાંકન થયેલ શિક્ષકનું સન્માન થાય અને બીજા દિવસે એક દિવસના બનેલા પ્રિન્સિપાલ આદેશ કરે કે શિક્ષક દિવસના માનમાં બીજા દિવસે રજા રહેશે, તેવું જાહેર કરે અને આખો દિવસ ઉમંગ સાથે પૂર્ણ થાય. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🏿શિક્ષક દિવસે સૌ શિક્ષક મિત્રોને અભિનંદન🙏🏿
- સવદાનજી મકવાણા
(વાત્ત્સલ્ય)