કુદરત થી મોટો કોઈ ચિત્રકાર નથી .ધરતી પર એટલા તો અવનવા અને રંગ પૂરેલા છે કે એની કોઈ સીમા નથી. કુદરતની ચિત્રકારની કોઈ ઉપમા પણ આપી ના શકાય અને એ અનંત છે અવિનાશી છે અને એને પુરેલા ચિત્રો ના રંગ પણ ભરપૂર અને ભરપૂર છે.
માનવના જીવનમાં પણ તેને અવનવા રંગ પુરેલા છે મનુષ્યનું જીવન પણ એક ચિત્રકાર જેવું એને બનાવ્યું છે મનુષ્ય જેવા રંગોથી પોતાના જીવનમાં રંગ પૂરશે એવું જ એનું જીવન બનશે .
કુદરત પોતાના એકાઉન્ટમાં દરેક મનુષ્યના જીવનમાં પૂરેલા ચિત્રને અંકિત કરી રહ્યો છે. મનુષ્ય ભગવાન જેવા તો રંગ ભરીને ચિત્ર ના બનાવી શકે.પરંતુ એને પુરેલા જે ચિત્રના રંગ છે ,એને જાળવવા અને જતન કરવું જોઈએ.
કુદરતી સૌંદર્યમાં પુરેલા રંગની પણ આપણે ક્યારેય નુકસાન પહોંચાડવું જોઈએ નહીં દરેક કુદરતી સૌંદર્યમાં આપણને ઈશ્વર નું ચિત્ર દેખાવું જોઈએ અને તેને નમન કરવું જોઈએ .