Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણે મનમાં કંઇક ખૂટતું હોય તેવો ભાસ થાય છે.

શું ખોવાઈ ગયું છે.!તે મનની ભીતર ઘણા સવાલ  થઈ રહ્યા છે.??

ચારેબાજુ જાણે મનની શાંતિ ખોવાઈ ગઈ છે.! બસ મનમાં જાણે ઉદાસી હોય એવું લાગી રહ્યું છે.

આ સમય એવો આપણે પસાર કરી રહ્યા છે કે 'મનની શાંતિની ખોજમાં નીકળી રહ્યા છીએ..

આપણે બે વર્ષથી કોરોનાની મહામારી માં એટલા તો ખોવાઈ ગયા છે અને ડરી ગયા છે. એ હવે તો એમાંથી ક્યારે બહાર નીકળીએ, અને અજંપાભરી જિંદગી કી દૂર થઈ જઈએ એવી રાહ જોઈ રહ્યા છીએ.


મનુષ્યનું જીવન સતત સંઘર્ષમય બની રહ્યું છે. એની  આંખોમાંની  ખુશી લુપ્ત થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે.

આજનો માનવી ખોવાઈ ગયેલ છે તેની શાંતિ ધંધો ,ખુશી ,તહેવાર, પ્રસંગોમાં પોતાની મનની શાંતિ શોધી રહ્યો છે. આનંદ શોધી રહ્યો છે. પરંતુ વ્યાકુળ બની રહ્યો છે કેમ માનસિક શાંતિ  મળે એવી ખોજ  પૂરી કરી શકાતી નથી.!!!!

કેમ! એ તો આપણે જાણીએ છીએ ,કારણ કે બધાનું જીવન સતત સંઘર્ષમાં ચાલી રહ્યું છે પરંતુ હજુ  આજનો માનવી હાર્યો નથી સતત ખુશીની ખોજ કરી રહ્યો છે.અને તે ખોવાયેલી શાંતિ પાછી મેળવશે એ વિશ્વાસ થી જીવી રહ્યો છે.

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111746271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now