Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભક્તોમાં દેખી ભય ઓથાર કૃષ્ણ તારે આવવું પડશે.
ચારેકોર રોગ તણી વણજાર કૃષ્ણ તારે આવવું પડશે.

ધરા બિચારી રહી છે ધ્રૂજી સહન કરી ન શકતી ભાર,
ઠેરઠેર પાપાચારને અત્યાચાર કૃષ્ણ તારે આવવું પડશે.

પીડા પામતા સજ્જનોને અન્યાયનું દુઃખ છે પારાવાર,
એની વેદના વાંચીને કિરતાર કૃષ્ણ તારે આવવું પડશે.

દૃષ્ટો બનીને નિરંકુશ નિર્દોષને સદા કનડતા વારંવાર,
તારા ભક્તોનો સુણીને પોકાર કૃષ્ણ તારે આવવું પડશે.

ગૌદ્વિજ નથી સલામત એને હોય પીડા અનેક પ્રકાર,
બચાવવા શામળિયા સરકાર કૃષ્ણ તારે આવવું પડશે.

- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111746189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now