તારી કવિતા તણા, (જેણે) પીધેલ હશે પાણી;
લાખો સરોવર લાગશે, (એને) મોળા મેઘાણી.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરંગણથી આવે,
કેસરવરણી સમર-સેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.
જે પોતાને “પહાડનાં બાળક” તરીકે ઓળખાવતા રહ્યા, લોકસાહિત્યને જીવંત રાખ્યું, જેમની કવિતાઓમાં વીર-રસ છલકાતો રહ્યો એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિએ એમને વંદન !!