ઉંમર તો જિંદગીનો છેદ છે;
જીવવા ભણવા ક્યાં વેદ છે?
કરીએ જો ખોટી ચિંતા તો,
જીવન બની જાય કેદ છે;
જીવન જીવજો ખૂલ્લા દિલે,
શું કરવા રાખવા પડે ભેદ છે?
જીવતર ગયું એળે પછી તો,
નકામું છે કહેવું મને ખેદ છે;
જીવન ન રગડો અહીં તહીં,
કે જિંદગી ક્યાં કોઈ ગેંદ છે?
જીવશો જીવન મોજથી તો,
એ "વ્યોમ" જેમ અભેદ છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)