દિલના દર્પણમાં છે તારો ચહેરો;
કેમ લગાવો મારે દિલ પર પહેરો?
તું જ છે મારા દિલનો ઘબકારો,
તારો મારો આ સબંધ છે અનેરો;
જેને જે સમજવું હોય તે સમજે,
તારા પ્રત્યે મારો પ્યાર છે ગહેરો;
તારો બસ એક ખયાલ આવતાં,
ઊભરે છે મનમાં ખુશીની લહેરો;
"વ્યોમ"થી વિરહના વિચાર માત્રે,
પાંપણ પાળેથી વહે અશ્રુ નહેરો;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)