Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હા*, *હું પ્રેમ કરું છું..*
*મારી વધી રહેલી ઉમરને*,

*ગમી રહ્યું છે શાણપણ,*
*બનીને બેફિકર...*
*મારી માટે*
*હવે હું જીવું છું*.

*શું વિચારશે કોઈ એની...*
*હવે પરવાહ નથી*
*ઓળખી રહી છું*
*ધીમે ધીમે.* *ચહેરાઓને...*
*ચેહરા પાછળ ના* *મહોરાઓને..*
,
*સમજી લીધો છે સત્ય.- તફાવત.*
*કપરા સમય માં ઉભા રહેનાર અને તાળીઓ પાડનાર અને સમીક્ષા કરનાર માં.*


*બધાથીપર.....*
*બઘી આલોચનાઓથી પર*
*મહેનત થી નાતો જોડ્યો છે*
*સ્વ થી જોડાણ અને મજબૂત ઈરાદાઓથી કરાર કર્યો છે*

*સફેદી વાળમાં આછી*
*ને કરચલી ચહેરે થોડી*,
*મારા સૌંદર્યને જાણે*
*અનુભવો ખીલવી રહયા છે*.

*જીવું છું સ્વમાનભેર*
*પડખે ઉભા રહેનાર મિત્રોમાં*,
*બસ આટલી સંપત્તિની*....
*શ્રીમંતાઈને પોષતી રહું છું.*

❤💖💙🤩😍

Gujarati Blog by Minal Gosalia Shah : 111744754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now