કનૈયાને સહુ સાદ કરો એ આવશે જરુર.
જન્માષ્ટમીનું કારણ ધરો એ આવશે જરુર.
શણગારો શેરી ગલીને સૌ ચોકને ઉત્સાહથી,
વળી સજાવો તમારાં ઘરો એ આવશે જરુર.
અંતરમાં પારાવાર સ્નેહ પાથરો કૃષ્ણ કાજે,
નૈનમાં તમે પ્રેમાશ્રુઓ ભરો એ આવશે જરુર.
ગોપીભાવ હૈયે પ્રગટાવો માખણમિશ્રી લાવો,
રાધા બનીને પ્રતિક્ષા કરો એ આવશે જરુર.
આર્તનાદથી એને પોકારો વાટ જોવાનું વિચારો,
એના વિયોગમાં તડપાવો એ આવશે જરુર.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.