જૂઓ ને આજ ઊગી છે વિચારોની ફસલ;
લાગ્યું લાવને એનાથી હું મઠારી દઉં ગઝલ;
કસરત યોગાથી ભલે મજબૂત કરો બાવડાં,
પણ લખવાને માટે જરૂરી નથી કોઈ મસલ;
લખો મિત્રો તમેય છોડીને નાતજાત કે ધર્મ,
કવિ, લેખક કે ગઝલકારની એક છે નસલ;
અક્ષરો ને શબ્દો તો હોયજ છે એના એજ,
પણ ના કરશો લખવામાં કોઇની પણ નકલ;
ગીત, કવિતા, ગઝલ છે શબ્દોની ગોઠવણ,
બસ, એના માટે વાપરજો થોડીક અક્કલ;
કોઈ પણ લખાણ ના ચડાવજો તમારે નામે,
"વ્યોમ" તું પણ એ લખજે જે હોય અસલ;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)