આજે ઘર બધાનાં માથે ચઢ્યું,
કેમકે શાકમાં મીઠું વધારે પડયું...
કોકનુ કંઈક મોં બગડ્યું,
તો કોકે વળી અન્ન છાંડ્યુ...
ને કોક તો રીતસરનું લડી જ પડયું
કેમકે શાકમાં મીઠું વધારે પડયું...
સ્હેજ ખારાશ વધી,બહુ સાચવ્યું,
તોયે એ સાચવી ના શકી...
ને એક આંસુ,
સીધુ શાકમાં પડયું...