દેશનાં વીર જવાનોને અર્પણ
ન જોઈ ક્યારેય રાત કે ન જોયો દિવસ,
આપી દીધું પોતાનું સમસ્ત જીવન દેશ કાજ,
સમજ્યો જેણે દેશ જ પરિવાર,
છોડ્યો પોતાનો પરિવાર આ દેશ કાજ,
અડગ છે જેનાં મનનાં ઈરાદા,
નથી થતો વિચલિત એ દુશ્મનો થકી,
નથી ડર જેને મોતનો, નીડર થઈ ફરતો,
વીર જવાન એ દેશનો, કરતો રક્ષા સૌની,
ન કોઈ ધર્મ, ન કોઈ જાતિ,
તુ તો માત્ર એક ભારતીય!
મોકલું છું હું રાખડી ઓ વીરા તને,
કરવાને રક્ષા તારી!
હરહંમેશ કરું એ પ્રાર્થના
રહે સદાય મસ્તક તારું ઊંચું!