રાત પડે ત્યાં પી આવે, ધીબી નાખે નાર !
એવા પતિ પરમેશ્વરને ધીબી નાખો યાર.
પી પી ને લથડે પાછા વેલા મોડા ઘેર!
ભાન ભૂલે, ભૂલેચુકે ઘર ના ભૂલે યાર!
એ પતિને સાચવે આપણી ભારતી નાર!
વ્યસનીઓ છે ઘણા કમાનાર હોય એક !
પછી દેશ ગોલ્ડ મેડલ ક્યાંથી જીતે યાર?
- वात्त्सल्य