આ પ્રેમ છે કે વફાની કસોટી,
અતિશય હૃદયમાં થતું દર્દ,
મને જ છે કે તને પણ..?
તને મળવાની અધૂરી તૂટી ઈચ્છાઓની ટોકરી,
ધડક્તી સ્પંદનોને સાંભળવાની તૈયારી,
મારી જ છે કે તારી પણ.?
મારી હસતી આંખે છુપાયેલા આંસુ,
ભીતરમાં ભળતી વેદના,
મને જ છે કે તને પણ.!?
પળે પળ સ્મરણે થતી પીડા
આ દર્દને સહેવાની અદા,
મને જ છે કે તને પણ.!?
અશાંત મનમાં ઉછળતા સવાલોનું વંટોળ,
પોતાના જ અક્ષને ના મળવાની ફરિયાદ,
મને જ છે કે તને પણ.!?
આ આકાશે ઉડતા પંખીઓ અને ઊગતો સૂર્ય,
આ શાશ્વત પ્રેમની અનુભૂતિ,
ફક્ત દર્શને જ છે કે તને પણ.!?
દર્શના રાધે રાધે