હવે એકલાં રહેવું ફાવી ગયું છે મને;
દરદને પણ સહેવું ફાવી ગયું છે મને;
આમ તો છું સત્યનો હિમાયતી સદા,
ને આજ જૂઠ કહેવું ફાવી ગયું છે મને;
દુકાળ પડ્યો છે લાગણીનો જગતમાં,
સુકા રણમાંય વહેવું ફાવી ગયું છે મને;
દર્દ ઘણા દિધા આ જમાનાએ છતાં,
મહેફિલમાં ગહેકવું ફાવી ગયું છે મને;
ગામના મૂખે ગરણા કેમ બાંધવાં મારે,
જોને ફાટેલું પહેરવું ફાવી ગયું છે મને;
અરમાન કોઇના જો પૂરાં થતાં હોય તો,
"વ્યોમ" પરથી ખરવું ફાવી ગયું છે મને;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)