આઝાદી
આજે દેશ આપનો, ભલે છે આઝાદ, પણ ખુશી નથી લોકોમાં; દુઃખી છે પ્રજા
માધ્યમ વર્ગની પીડાનો નથી કોઇ પાર; અનૈતિક છે મંત્રીઓ, જે બની બેઠા છે રાજા.
હતી બહુ ઉમ્મીદો, લહેરો ખુશાળીની ઉઠશે, ખુશાલ અને સમૃદ્ધ રહેશે પ્રજા
પણ થયું બધુજ ઊંધું, મોંઘવારીએ મૂકી છે માઝા, બગડી ગઇ છે જીવનની મઝા
વગર વાંકે મળે છે વૃધો ને, બુઝુર્ગો ને પીડા; આત્મસમ્માન વગર, જીવન જીવવાની સજા
આઝાદી ભારી પડી ગઈ માધ્યમ વર્ગને, બિચારા શુ ફહરાવે ખુશાળીથી ઘ્વાજા
ઓ માં ભારતી, કરું છું હું તને યાચના, આપજે રામ જેવા ઉત્તમ, પુરુષાર્થી રાજા
Armin Dutia Motashaw