Wings to fly..
-@nugami.
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરીને પોતાના વ્યવસાય માં આગળ આવવા મદદ કરો .
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરીના પહેરવેશ ઉપરથી એના માટે માન્યતા બાંધવાનું બંધ કરો.
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરીને તેનું પોતાનું ઘર ઉભુ કરવામાં સહભાગી બનો.
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરીની દરેક પસંદને પોતાનો ટેકો આપો.
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરીને એકલી મુસાફરી કરવા દેવામાં રાહત અનુભવો.
(દીકરી ૨૭ની થઈ ગઈ..
હવે પરણાવવી જોઈએ.)નહિ,
દીકરી જેવી છે તેવી જ એને સ્વીકારો.
દીકરી માટેની માન્યતાને જો બદલાઈ જશે,તો દરેક સ્ત્રી પોતાની ઉડાન ને મજબૂત બનાવી શકશે....
અને મહદઅંશે થતાં શોષણ નો ભોગ બનતા અટકી જશે.
કડવું છે પણ સત્ય છે.
-@nugami.