ચાલને તને એક ઉખાણું પૂંછું?
નવું પૂંછું કે પછી પુરાણું પૂંછું?
જમણે રહું છું કે રહું હું ડાબે,
તારા દિલમાં મારૂં ઠેકાણું પૂંછું?
આ છે તારૂં અને પેલું છે મારૂં,
પણ અહીં શું છે આપણું પૂંછું?
જ્યાં સાથે રમતાં સાથે ભમતાં,
ક્યાંક ખોવાયું એ આંગણું પૂંછું?
જવાબદારીની આ ભાગ દોડમાં,
જીવન ક્યાં ને કેટલું ગૂંથાણું પૂંછું?
વાગે એની પોકારના ભણકારા,
કોણ, ક્યાં, કેટલું અટવાણું પૂંછું?
ક્યાં છે ભોળું બાળપણ "વ્યોમ"
આથમણે પૂંછું કે ઉગમણું પૂંછું?
... © વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)