રાંડયા પછી જ કાં ડહાપણ યાદ આવ્યું?
સમય ઉપર જ ક્યાં સમજણ યાદ આવ્યું?
તરસ્યા કરતા રહ્યાં કાયમ જે મીઠપ ને,
મધુપ્રમેહ થતાં એને ગળપણ યાદ આવ્યું;
જુવાનીના જોશમાં સદા ભૂલતા રહ્યા,
ભૂલકાઓ દેખી એ બાળપણ યાદ આવ્યું;
જીવ્યા પણ રહીજ ગયું હતું જીવવાનું,
નાનપણની સાથે એ ગાંડપણ યાદ આવ્યું;
રડ્યા હતા એ પળે હસાવ્યા છે "વ્યોમ"
હસેલી પળે રડતાં ભોળપણ યાદ આવ્યું;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)