Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે હું મને મળી...
લાંબા વિરહ બાદ ખુદ ને મળવા ની મજા પડી !!
મન ભરી જાણે જીવવાની સફળ તક મળી ,
બની સિકંદર ફરી જીતવા ની જાણે હોડ જાગી ,
આમ તો હતી હું ખાલીપાથી ખખડેલી ,, છતાં ,
બારણે ...આસોપાલવ બાંધવાની આશા મનમાં ઉભરી ,
અને ,, જર્જરિત મકાન માં હું ફરી વસી ગઈ ,
જ્યાં ઘર ઘર રમી, ભણી ,યુવાન થઇ અને સૌભાગ્યવતી બની ,
એ ઘરની name plate પર હાથ શું ફર્યો...
જાણે હજી પણ એ મારું જ છે એનો સુંદર અહેસાસ થયો !!
તો ફરી જીવંત બની ...અને મને હું મળી !!
પપ્પા ની પ્રસ્વેદના ની મહેક ,
મમ્મી ના સિલાઈ મસીન ની ધ્વનિ,
ભાઈ-બહેન જોડે કરેલ મીઠી લડાઈ ...
સામે આજ ની સફળતા ટૂંકી પડી !!
આમ તો કશું હતું જ નહીં ,
પણ ખુશી ઓ નો ભંડાર હતો ,,
ઉમર સાથે મહેનત કરી ,,
સફળતા ના શિખરો સર કરતી ગઈ...
અને પોતાના થી ખોવાતી ગઈ !!
બસ થયું બીજું કઈ નહી ...
ફક્ત ,,
મારા માંથી મારી જ બાદબાકી કરતી ગઈ !!
હાથ માં લીધા જેટલા કામ ,
બાઅદબ પુરા કરતી ગઈ ,
અને ...મારી ઊંડી છાપ છોડતી ગઈ ,
બધું જ કર્યું ...
બસ ગમતાં કામ ,ગમતાં દોસ્ત ને ભૂલતી ગઈ ,
વરસતા વરસાદમાં પલળતી હું ,
તિથલના દરિયા પર રમતું મન,
ત્યાં કરેલી દોસ્તો ની મહેફિલ ....
અને આવું તો કઈ કેટલું ....??!!
બધું જ ..
ઓફીસ ફાઈલ ,બેંક પાસબુક અને બેલેન્સ શીટ માં ખોવાઈ ગયું !!
Emirates Airlines માં અહીં તહીં ઉડતી જીંદગી માં ,
Atlas Cycle ની મનગમતી સવારી થી ખૂબ આગળ નીકળી ગઈ ,
પિત્ઝા ,પાસ્તા ના સ્વાદ માં ,
મમ્મી ની મહામુલી દાળઢોકળી ભૂલાઈ ગઈ ,
Metro city માં રહેવાની આદત શું પડી ??
વલસાડ ની ગલી - મહોલ્લા વસરતી ગઈ,
આજે જયારે એક નજર પાછળ ફરી જોયું ,,
તો ફરી યાદ ના વમળો ઉમટ્યાં ..
જીવાઈ ગયેલી જીંદગી ની યાદો તાજી કરી !!
Shirt ની sleeve fold કરી ,
જેમ school માં કરતી હતી ,
ચહેરા પર બાલીશ smile આવી ,
keypad ની જગ્યા એ લીધું notepad ,
કાગળ ઉપર મેં મારી જાતને ઉતારી ,
એ જ કાબર ચિત્રા હસ્તાક્ષર થી ,,
મેં મારું મન લખ્યું ...પછી વાંચ્યું ...
તો શું જોયું ??!!
અરે આ તો હું જ હતી..
વરસો થી ખોવાઈ હતી ..
પછી વરસતા વરસાદ માં પલળી ,
તિથલના દરિયા ના replacement માં Canadian દરિયા કિનારો
પણ દરિયો તો હતો...
દોસ્તો ના ફોટો મોબાઈલ માં ,
અને હું એકલી ...
પણ હતી ખરી !!
અને આમ જ અંતે હું મને મળી !!

💔💔 બીજલ શાહ 💔💔

My words from my love diary…..,

Gujarati Poem by Umakant : 111740107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now