શબ્દો સઘળા ગમી ગયા હરિ હરિ.
રાજરમત શકે રમી ગયા હરિ હરિ.
મીઠી મધુરી જબાને આકર્ષાયા કદી,
અસલિત જોતાં છળી ગયા હરિ હરિ.
મધમીઠા શબ્દોએ પાથર્યો કેવો જાદુ,
જાણે કે હમદર્દી મળી ગયા હરિ હરિ.
હતી માયાઝાળ પાથરેલી સંમુખ વળી,
રખેને વિષાદો હવે ટળી ગયા હરિ હરિ.
વળ પાઘડીનો છેડે જ ઊતરનારો હો,
હશેને પાતક બધાં ફળી ગયાં હરિ હરિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.