કેમ કરી આ ઉદાસી ઢંઢોળવાની?
કરવી છે કોશિશ ખુશી શોધવાની;
ખબર શું પડી ગઇ આ જમાનાને,
થઇ શરૂઆત મને અવરોધવાની;
છતાં ના છોડ્યો મેં મારો પ્રયાસ,
તો લાગી જરૂરત મને નોંધવાની;
જીવન તો છે મારૂં ખુલ્લી કિતાબ,
ક્યાં જરૂર છે મને કંઇ ઓઢવાની?
અંત સમય રહશે યાદગાર દોસ્ત,
એટલે રાખી નનામી મેં પોઢવાની;
"વ્યોમ" છે અનંત ને અખંડ મિત્રો,
વ્યર્થ થાશે પ્રયત્ન એને ખોદવાની;.
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)